માં છે જે હલાવી જાય દુનિયા આખી
પોતાના સંતાન કાજ
એમાં છે રૂપ ઈશ્વર નું ....
પિતા છે જે પોતે પરિશ્રમ કરી
સુખદાયી જીવન આપે પોતાના પરિવાર ને
એમાં છે રૂપ ઈશ્વર નું....
વડીલ છે જે ખરા સમયે આપે જ્ઞાન
ઝુકવા ન દે સર આપણું
એમાં છે રૂપ ઈશ્વર નું.....
મિત્ર છે જે સાથી સુખ દુઃખ નો
ન છોડે જે સાથ કદાપિ
એમાં છે રૂપ ઈશ્વર નું....
પ્રિયતમ છે જે ન કરે શંકા
ને નિભાવે હર વચનો
એમાં છે રૂપ ઈશ્વર નું...
શિક્ષક છે જે વહેંચે જ્ઞાન
બનાવે વિશ્વ ને શિક્ષિત
એમાં છે રૂપ ઈશ્વર નું....
ખેડૂતો છે જે મજૂરી કરી
આપે ખાવા અન્ન આપણને
એમાં છે રૂપ ઈશ્વર નું.....
દાક્તર છે જે બચાવે જીવ
જાન લગાવી આપે આપણા સ્વજન પાછા
એમાં છે રૂપ ઈશ્વર નું.....
સૈનિક છે જે જાન મૂકે જોખમ માં
સેવા દેશ ની કરવા સદાય
એમાં છે રૂપ ઈશ્વર નું.....
માનો તો કણે કણ માં છે ઈશ્વર
જરૂર નથી શોધવા ની એમને પથ્થર માં
સર્વ માં છે રૂપ ઈશ્વર નું.....
--પર્લ મહેતા