હજી યાદ છે મને કે આપણે કેવી રીતે મળ્યા હતા,
અણ ધર્યા તોફાનો ની જેમ,બે એવા તે છેડા જે ક્યારે જોડાઇ જ ન શકે,પણ અાપણે અચાનક મળી ગયા........
વાત તો ખાલી દિલ જ કરતું હતું, આંખો તો ખાલી
હુંકાર જ ભરતી હતી, પણ આપણે અચાનક મળી ગયા..........
નજર પણ એકબીજા થી દુર ભાગતી હતી,
હોઠ તો ચુપ હતા પણ ધડકનો વાચા ભરતી હતી
પણ આપણે અચાનક મળી ગયા.....
નજર થી નજર તો મળી ગયી, મન તો બોલ્યુ કે પહેલી પહેલ કરે કોણ, શબ્દ થી વધુ ધબકાર બોલતા હતા,તે પણ બોલતા હતા કે
આપણે અચાનક મળી ગયા........
શુ હતો તે યાદગાર દિવસ જેમાં એકબીજા ને અમે સાંભળતા હતા,તે પણ આનંદ ની પળ હતી કે, તુ
બોલતું તું ને હું સાંભળતી,દિલ પણ બોલતું હતું કે આપણે અચાનક કેવા મળી ગયા નૈ.......
એકબીજા ને નિહારવા,આંખો થી થતી મસ્તી
હુંફાળો સ્પર્શ, યુવાની ની ગરમી ,ને એક એક ઉત્તેજિત કરી નાંખે તેવી કાતીલ ઠંડી, એતો બહુ યાદગાર પળ હતી,ને યુવા દિલ ની ધબકાર પણ બોલી ગઇ કે આપણે કેવા અચાનક મળી ગયા.....
પણ વિધાતા ખબર નહીં કેવી ગેમ કરશે ,આપણે એકબીજા ને મળી શકીએ તેમ જ નથી,તુ માંથી
તમે થઈશ મારા માટે, પણ મન તો આનંદ થી બોલી ગયું કે આપણે કેવા અચાનક મળી ગયા યાર.......