Pahela chokarane attraction Thai jaay che ane pache sacho prem......
આંખ ભલે મારી હોય પણ એમાંય તારી નજર છે,મારા ચહેરા ની હસી પણ તારા થી શરુ થાય છે.
હુ તારા વિના તો અધુરો છું, તારા વિના તો આખી જીંદગી અધુરી છે, તારા થી જ મારો દિવસ શરૂ થાય છે, ને તારા થી તો ખતમ થાય છે.....
તારા રુપ નો તો હું એવો તે બંધાણી થયો,
કે તુ જ મારો ધ્યેય છે, તુજ મારી મંજીલ
ને તુજ મારી પુજા તારા વિના આ શ્વાસ છે,અધુરા........
તને મેં મારા સ્વપ્ન રુપી રણ માં ઝંખી હતી,
ત્યાર થી તુ મારો ધ્યેય બની હતી, મારા કદમો
તારી જ તરફ વધવાના છે, તો સબુત ની શી જરૂર?
જીંદગી ની સફર માં રસ્તા તો બહુ જટીલ આવે છે,ક્યારે તો જીંદગી પણ અધુરી લાગે છે, પણ જીવન ના છેલ્લા શ્વાસ સુધી હોઈશ ને મારા પાસે?
આપણે ભલે એકબીજા પર આરોપ નામુ મુકી દે ભલે તુ દાદાગીરી કર તારી મરજીમુજબ પણ તુ જીવન ના છેલ્લા શ્વાસ સુધી હોઈશ ને મારા પાસે?
ભલે આપણે એકબીજા પર ચડી બેસીએ પણ જીવન ની સફર તો સાથે જ કરશુ,તું જીવન ના છેલ્લા શ્વાસ સુધી હોઈશ ને મારા પાસે?...…
અત્યાર ભલે આપણે એકબીજા ના દોષો શોધીએ,
પણ તુ ભલે મને ટાળે પણ છેલ્લા શ્વાસ તો હું તારા જ ખોળા માં ભરીશ પણ તુ જીવન નાં છેલ્લા શ્વાસ સુધી હોઇશ ને મારી પાસે?........
ભલે આપણે મસ્ત યુવાની ની ચાહત માં એક વાર આપણે ભલે એકબીજા ને ભુલી જઈએ પણ છેલ્લા સહારે મને તારો ને માત્ર તારો જ સાથ ની જરુર છે, તુ જીવન નાં છેલ્લા શ્વાસ સુધી હોઇશ ને મારી પાસે?.......
જીવન ની એક એક પળ માં ને મારે તારી સાથે જીવવું છે, ને તારા જ સાથે મરવુ છે, મારે તારા સાથ ની જરુર છે, તુ જીવન ના છેલ્લા શ્વાસ સુધી હોઈશ ને મારી પાસે?.......
શૈમી ઓઝા......