એવું એક દ્રશ્ય મળે સિતારા વિના ચમકતું ગગન મળે ,
હું નીરખું તને સમી સાંજે સામે બેસાડી એવું એક સદન મળે .
ઝાકળ ભીંનું સુરજ તારી ઝુલ્ફો ની ઝાંઝર થાય , હુ એને ગુથી ને ઝણકાર કરું એવું એક મનન મળે.
પાણી પરપોટા ને પણ પલડાવે તારા પગ ની પેની, હું એને પગરણ પહેરાવું એવું એક કમળ મળે.
હરખાય નરમ ગરમ પાણીમાં હાથ ની મહેંદી એવું ચટકાટ કરે એવું તારું ચરણ મળે.
ખડ ખડ ખડખડાટ કરતુ હાસ્ય તારું જોવા મળે અહર્નિશ એવું દિવસ મળે .
અવિશનીય હાર્દિક સાથ તારો જીવન માં અભંગ મળે એવું શ્વાસ મળે.
રવિરાજ સિંહ જાડેજા "કવિ"