મળ્યું જે માંગ્યા વગર
બન્યું જીવન સુખ ધામ
બન્યા જયારથી હમસફર તમે
ના રહીયું મંજિલ નું મુકામ
આપ્યું તમે જે હમેશાં
અપેક્ષા ની પાર હતું
અને સ્વીકારતા રહીયા મારા
અપેલા, અસ્કો નું જામ
મુસ્કાન તમારી બની રહી
મારા પ્રયાસ વિના
અને ખુશ કરવા મને
પ્રયાસ કરતા રહીયા સુભો શામ
માંગ્યું નથી ક્યારે પણ
નથી જણાવી મન ની વાત
ઈચ્છા મા તમારી સદા રહીયું
મારી ખુશી નું કામ
હતું વિશ્વાસ, આપીસ તમને
પ્રેમ અંને સુખ અનંત
પણ તોડી નાખ્યો ભ્રમ મારો
આવો પ્રેમ-આનંદ આપયો નિષ્કામ
વાત અંને વાર્તા તો
ઘણાં કવિ કહી ગયા
જોઇ નિસ્વાર્થ નીશબ્દ તમારો પ્રેમ
એ કવિ થઈ ગયા બદનામ
કે જીવન જો સફર છે
મૃત્યુ અંને મોક્ષ નું
તો મળી ગયો મોક્ષ મને
ના રહીયું મૃત્યુ નું મુકામ
બન્યા જયારથી હમસફર તમે
બન્યું જીવન સુખો નુ ધામ