હું આવી તારા ગર્ભ મા માં લઈ સ્ત્રી ની કથા..
શું મે ખોટું કર્યું...???
હું પણ માંગુ પ્રેમ માં-બાપ નો..
માંગુ સારું ભણતર..
મને પણ જીવવાનો હક..
મને પણ આપ આ તક..
ના કર મારી હત્યા નરાધમ..
હું તારી જ બાળા..
આવીશ આ દુનિયામાં કરીશ તારા સપના સાકાર..
ભણી ગણી ને લઈશ હું સુંદર આકાર..
બનીશ માતા-પિતા હું તમારો આધાર..
નહીં લાગવા દઉં કે છો દિકરા નિરાધાર..
બની બતાવીશ હું દિકરા સમોવડી..
નહીં લાગવા દઉં માં તને કે મને જન્મ આપી તે ભૂલ કરી.