વાતોનો.... પ્રારંભ.......
તું શાંત છે.... થી... તું બોઉ બોલે.... થી... તું ચૂપ કેમ છે... ત્યાં સુધી નો સફર....
વાતો નો પ્રારંભ કરતા મને ના આવડે....!!!
પણ તું શરૂ કરીશ તો તારી સાથે વહેતા મને આવડે....!!
મને વાતો કરવું ખુબ જ ગમે....!!!
પણ બીજા ની વાતો સાંભળવી એનાથી વધુ ગમે..!!
તું બોલીશ તો હંમેશા સાંભળીશ....!!
પણ આશા ના રાખ કે હું બોલું...!!
કારણકે મને પ્રારંભ કરતા ના આવડે...!!!
તુ પ્રારંભ કરે તો મને પણ વાતો કરતા બોવ આવડે...!!
તારી વાતો માં ખોવાઇ જવું એ મને ખૂબ ગમે...!!
પછી તું જ કહીશ કે આટલું બધું કેમ બોલે...!!!
મારું ન બોલવું એ મારી નારાજગી નથી...!!!
મારા મૌન ને તારા અવાજની જરૂર છે...!!
કારણકે મને પ્રારંભ કરતા ના આવડે...!!!