સમજાય જો મારી સાદગી તો સમર્પણ આપજે
નહીંતર છુટ્ટો ઘા તીર નો કરી દર્પણ આપજે .
ઘવાયેલા છે ઝુખ્મો મારા તારા ઝખ્મો ને પણ ઓળખું છું.
મુક ઝણઝણાટી આંખો થી ખુલી ને હસતું હાસ્ય આપજે .
કસૂર નથી તારું ક નથી મારું આ ઉપરાંત પણ જો તને યાદ આવે મારી તો આંખ થી પલકારો આપજે.
ક્યાં સુધી છુપાવીશ તારા થી તને એ બે ખબર, આવીજા બેસ આરામ કર પાછું વળીને વાળ ને હવા આપજે.
ખૂબ ખોબો ભરી ને સમંદર ને પીધું છે હવે બસ કર ,છલકી ઉઠ ખોલી હથેળી ને આવાજ આપજે.
ગુનેગાર છું હું કે નહીં !કહી નથી સકતો તને ,
ઢળતી પલકો ને ઉંચકી ને નજર આપજે .
રવિરાજ સિંહ "કવિ"