એકનાં ધરેથી બીજાના ઘરે બોલાવા જતા,
સાથે મળીને રખડતા ભટકતા નિશાળે જતા,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ધરનાં સરનામા યાદ છે,
આપણે ક્યાં પહોંચી ગયા, રમતા લડતા ઝધડતા ને સાથે ધરે જતા,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવસ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાના કાઢી ક્યે છે કે મને તારીખ ક્યાં યાદ છે,
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે?