Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#bhavansdakor

જિંદગીમાં દુખને કાયમ તારનારી મિત્રતા,
મિત્રને સાચી દિશા દર્શાવનારી મિત્રતા.

કામ ખુદના સૌ ત્યજીને ચાલનારી મિત્રતા,
સ્વાર્થ દિલમાં કોઈ દી ના રાખનારી મિત્રતા.

દર્દ હંમેશાં હૃદયનાં વાંચનારી મિત્રતા,
મિત્રને હર હાલમાં સંભાળનારી મિત્રતા.

માત્ર એ સુખના સમયમાં સાથ ના આપે કદી,
જિંદગીનાં હરપળે સુખ આપનારી મિત્રતા.

સાવ સાદી રીતે એ જીવનને જીવી ના શકે,
બોર ખટમીઠાં જીવનનાં ચાખનારી મિત્રતા.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
મો-9638699553

Gujarati Shayri by Umesh Tamse : 111085723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now