ક્યારેક આપણું ધાર્યું નો' પણ થાય,
પણ પ્રયત્ન થોડો કાઈ એમ મુકાય......
વળગી રહેવું ખંતથી આપણા કાર્યને સદાય,
કોક દી' તો કરશે ને મારો વ્હાલો સહાય....
નિષ્ફળતામાં શાંતિથી ધીરજ ધરાય,
તો એક દી ચોક્કસ થશે સમસ્યાઓ વિદાય....
સ્વપ્નાં હંમેશા આકાશ જેવા ઉંચા જોવાય,
પણ પગ નિરંતર જમીન પર જ રખાય....
છે તમામ પ્રશ્નો ના વહેલા મોડા ઉપાય,
ત્યાં સુધી હૈયે હામ રાખવી સદાય.....
વોરા આનંદબાબુ.."અશાંત"...લખ્યા તારીખ...2/2/19....
6:40 સાંજના....