દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે,
ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી બધું ઑફિસમાં જ ઉજવાય છે,
આ બધું તો ઠીક હતું પણ લગ્ન ની કંકોત્રી મળે ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે,
સાત આંકડા પગારના છે પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે,
પત્ની નો ફોન 2 મિનિટમાં કાપી પણ કલાઇન્ટ નો ફોન ક્યાં કપાય છે,
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનેય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરમાં પ્રસંગો પણ હાલ્ફ ડે માં ઉજવાય છે,
કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જ જાય છે,
કોઈકને સામે રૂપિયા તો કોઈને ડોલર દેખાય છે,
તમે જ કહો મિત્રો સુ આને જ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારું , એ દોસ્ત ક્યાં જાય છે??