ક્યારેક બહુ અઘરું લાગે છે..સત્ય કહેવું...
કેમ કે આદત પડી ગઈ છે..ખોટું બોલવાની..
કોઈને ખોટું ના લાગે એ ધ્યાન રાખવામાં,
આદત પડી ગઈ છે ખોટું બોલવાની..
કેવું લાગે જ્યારે આપણે કહીએ યાર સાચું કહું છું તું કે એના સોગંદ!!!
ત્યારે એક ક્ષણ માટે વિચાર આવ્યો કે હું કેટલું ખોટું બોલુ છુ કે મારે કહેવું પડે છે કે આ સાચું છે. હું સાચું કહું છું...
શું એવો વ્યક્તિ હોઈ શકે જે ક્યારેય કોઈને ખોટું ન બોલ્યો હોય કદાચ ના...
પણ શું તમારા જીવનમાં કોઈ વ્યક્તિ એવું છે જેને તમે ક્યારેય ખોટું બોલ્યા ના હોય..કોઈ એક!!!