Gujarati Quote in Motivational by prof. shingala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમરકંટકથી તું નીકળી છે

હુકમેશ્વરથી તું ગુજરાત માં પ્રવેશી છે

અંતે ભરૂચના અરબી સમુદ્રને તું મળી છે


રેવા રૂપી નામે જન્મી છે તું

આજે નર્મદા રૂપી ઓળખાણી છે તું

પથ્થરો તારા સૌ શિવલિંગ માને છે

ગંગા પછી તને સૌ પ્રથમ પવિત્ર માને છે


પરિક્રમા કરી તારી પાવન સૌ થાય છે

જનભૂમે નર્મદા સાથ કહી 'નર્મદે' અહીં ગાય છે


શંકરાચાર્ય અને ગોવિંદ અહીં ગુરુ શિષ્ય બન્યા છે

રાજસોરસ ડાયનાસોર ના અવશેષ અહીં મળ્યા છે


ગામ કેવડિયા કોલોની,સરદાર સરોવર બંધ છે

આજ ગુજરાત માં પાણીના પ્રશ્નો બધા બંધ છે


કરતા ચળવળ વિરોધી મેઘા પાટકર અને અરુંધતી રોય છે

ચુકાદા માં અદાલતે એમને બરાબર ધોય છે

એટલેજ તો આજે તુજને કાયમ અવિરત અમે જોય છે


બની યોજના નર્મદા વેલી

આવી આજ આંગણે પાણી ની હેલી

12 જિલ્લા,62 તાલુકા,3394 ગામની

પ્રજા આજે થાઈ છે આનંદ ઘેલી


સૌરાષ્ટ્ર અને કચ્છ આજે થયા લીલાં લીલાં

રાજસ્થાનમાં ઉર્જાથી ઘેર ઘેર પ્રાગટયા છે દિવા


બિરાજ્યા તારી મધ્ય માં ઉભા સરદાર છે

વિશ્વમાં ઊંચા માં ઊંચા આ પટેલ સરદાર છે


ભરાયા નીર આજી,ન્યારી,ત્રંબા ને મચ્છુ છે

રેવા તારું પાણી આવતી કાલનું સોનુ કાચું છે


વહે તું કાયમ અવિરત ખળખળ

મળે સૌ ને સિદ્ધિ તારા આશિષથી ઝળહળ


ઉછળતી,આખડતી તું વહેતી અવિરત

કરવા પાવન સૌને તું વહેતી અવિરત

પૂજતા આજે ગુજરાતીઓ તને અવિરત

શબ્દો ખુટ્યા આજે તને ગાતા અવિરત

મળ્યા અને મળશે તારા આશિષ ખૂબ અવિરત

"ચિરાગ" ગવાઈશ તું કાયમ રૂપે "નર્મદે સર્વદે" અવિરત...

                                                   -ચિરાગ

Gujarati Motivational by prof. shingala : 111085509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now