*વાંચો તો મઝા આવશે..*
(1) ?
મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. ?
(2) ?
માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. ?
(3) ?
અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ
"અડધી રાતે". ?
(4) ?
જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ
જાય છે. ?
(5) ?
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર......
ગોપીઓ પણ નહિ આવે
રાસ વગર.......
જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. ?
(6) ?
એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો...
આખે આખો જણ. ?
(7) ?
એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ....
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો... ?
(8) ?
આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો
સુધરી જાય. ?
(9) ?
શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર
થવું બહુ સારું નથી. ?
(10) ?
હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ....
બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું. ?
(11) ?
એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે
એક દિવસ મા ?
(12) ?
બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે ?
(13) ?
કોઈના વગર કંઈ અટકતું નથી....
પણ અધુરું ચોક્કસ રહે છે. ?
(14) ?
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી. ?
(15) ?
પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...?
Navnit Vala 9825979188