રાધા પ્રેમ છે
મીરા સમર્પણ
તો કૃષ્ણ યોગી છે...

રાધા રસ છે
મીરા સુગંધ
તો કૃષ્ણ મંથન છે...

રાધા શબ્દ છે
મીરા મૌન છે
તો કૃષ્ણ અર્થ છે...

રાધા શૃંગાર છે
મીરા વૈરાગ્ય છે
તો કૃષ્ણ માયા છે...

રાધા સ્નેહ છે
મીરા ભક્તિ છે
તો કૃષ્ણ યોગેશ્વર છે...

Gujarati Religious by Pravin.. : 111085204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now