એક કિંમતી પથ્થર .....
આજે એક કન્સ્ટ્રકશન ની જગ્યા જોઈ જ્યાં ઘણા બધા પથ્થર પડ્યા હતા ...
તો આ એક નાની કાલ્પનિક વાત કરું એના સંદર્ભ માં
આ પથ્થરો ના ઢગલા માં એક પથ્થર હતો જે ખુબ અભિમાની હતો એને હતું કે તે સૌથી સુંદર પથ્થર છે તો એની વધારે કિંમત થશે અને તેથીજ તે અન્ય પથ્થરો જોડે બોલતો ન હતો બધા તેને બોલાવતા પરંતુ એને એમ કે હૂતો દીવાલમાં જે બીજા કિંમતી પથ્થરો હશે એમની સાથેજ બોલીશ .....અને પેલા નાના મોટા પથ્થરો સાથે માજા માનવામાં માન્યું નઈ ....નાના પથ્થરો ખુબ મજા કરતા અને સાથે રહેવાનો આનંદ માનતા.....
હવે દિવસ આવે છે કે સરસ મજાના કિંમતી પથ્થરો થી એક દીવાલ તૈયાર થઈ જેમા આપડા ઘમંડી કિંમતી પથ્થરે સ્થાન લીધું...શરૂઆત માં ખુબ ખુશ થયો અને પેલા સાદા પથ્થરો ને બૂમો પડી કેહવા લાગ્યો જોયું મારુ અસ્તિત્વ આવા ક્લાસ વાળી દીવાલ અને કિંમતી પથ્થરો સાથે રહેવા માટે થયું હતું.......
દિવસો જાય છે અને આ રમણીય દીવાલ ના કોઈ પથ્થર ના તો એક બીજા સાથે બોલે ...કે સાથે રહેવાનો ઉત્સાહ બતાવે....કારણ કે બધાને જ પોતાની સુંદરતા પર ઘમંડ અને હવે તો દીવાલ નું વજન પણ તો ઉંચકવાનું છે ...ત્યારે આપડા ઘમંડી પથ્થર ને ભાન થાય છે ......કે નાના હોય ,કિંમતી ના હોય , પણ જો સાથે રહેવનો ઉત્સાહ અને ખુશી બતાવતા એવા પેલા નાના પથ્થરૉજ સારી જિંદગી જીવી રહ્યા છે......
ભાવાર્થ : જ્યાં છો ત્યાં બધા સાથે ભેગાં મળી ખુશી પ્રાપ્ત કરો .....કોઈને નાના ના ગણો .....અને જીવન
માં બને ત્યાં સુધી અભિમાની ન બનો..અભિમાન માણસ ને ઉંચાઈએ હોવા છતાં એકલો પાડવાની શક્તિ ધરાવે છે યાદ રાખજો ......DJC✌️