*રંગત*
વસંતની પાંખે પ્રેમ પરાગ આવે છે
યાદ પહેલાં પ્રેમની રંગત લાવે છે.
એનો ચહેરો હજી આંખો સામે છે.
એની સામે પ્રેમનો એકરાર કર્યો એ પળ યાદ છે.
એની આંખો માં અશ્રું અને સ્મિત હતું.
મુખ એનું મલકતું ગુલાબનું ફૂલ હતું
શબ્દો ને ઠંડી લાગી હોઠ કાંપતા હતા.
એની સંગત સંગીત બની ગીત ગાવા લાગી.
ક્યારેક દિવસે સ્વપ્નમા આવતી.
તો રાત રાણી બની નિંદર લઈ જતી.
એના આગમન જીવનની રંગત બદલાઈ ગઈ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા.માડવી.