મારે કોઈ એવી વીધિ કરવી છે,
આંખોને બસ આસું પીતી કરવી છે.
મંદિરમાં એ ભીની આંખે ઊભો છે,
એણે કોની આંખોં ભીની કરવી છે?
જે માને છે નાનો માણસ પોતાને,
એની નીચે નાની લીટી કરવી છે.
માં તે રાંધેલું હું થોડું ચાખી લઉં??
મારે પણ આંગળીઓ મીઠી કરવી છે.
---- સ્નેહી પરમાર