ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.

એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે...☘️☘️

Gujarati Thought by Nikunj Panchal : 111084943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now