???????
"લગ્ન પર લગ્ન "
કાપું જોઈને કંકોત્રીઓ
ફરી પાછા તૈય્યાર થવાનું
આ ઠુંઠવાતી ટાઢ માં
ફરી લગન માં જવાનું
ઉભા રહેવાનું દસ પંદર મિનિટ
વેલે પાર્કિંગ માટે થોભવાનું
મળતાં જાય અનેક ચેહરાઓ
પ્લાસ્ટિક સ્માઈલ આપતા રહેવાનું
પછી આવે વારો બુફે નો
લાંબી લાઈનમાં ઉભા રહેવાનું
ભરી લેવાની આખી ડીશ
બાકી કઈ નહિ રહેવા દેવાનું
ફરસાણ પર પડે જલેબી રબડી
ને પાપડ પનીરમાં ભળવાનું
રોટલી ડૂબે શાકના તેલ માં
ચૂપ ચાપ ઝાપટી જવાનું
ઇટાલિયન મેક્સિકન ગુજરાતી
એક થાળીએ બધાને મળવાનું
બાકી રહી ગયું ચાઇનીસ
તે દળીયા માં ખાઈ લેવાનું
એક સેક્શન ડેઝર્ટ નું
ડોકિયું કરી લેવાનું
ચાખી લેવાની બધી આઈટમ
ટીસ્યુ થી મોઢું લૂછી લેવાનું
થાક્યા હાથમાં પ્લેટ પકડીને
હજુ તો સ્ટેજ પર જવાનું
લાંબી લાગી હોય લાઈન
હંસતા મોઢે જોયા કરવાનું
મળી વળીને હાશ થાય
ત્યાંજ ગાડી માટે ઉભા રહેવાનું
વેલે પાર્કિંગ થી આવે ગાડી
ઢીલાઢસ થઇ ઘરે જવાનું
ઘરે આવીને કંકોત્રી જોઉં
પાછા કાલે બે લગ્ને જવાનું
સૂટબૂટ લટકાવીને હેંગરે
લાંબા થઈને સુઈ જવાનું !