આજ ની નિરાંત પણ ચિંતા માં ફેરવાઈ ગઈ જયારે વર્તમાન માં ભવિષ્ય ના અનુમાન થવા લાગ્યા.
વાચાળ વાતો અમસ્તી મૌન થઈ ગઈ જયારે સબંધો પર વ્યસ્તતા નું પાટિયું લાગી ગયું.
મુલાકાત ના મેળાવા જરૂરિયાત ના હિસાબે યોજાતા થઈ ગઈ ગયા જયારે જવાબદારી નો ભાર વધતો ગયો.
પ્રેમ માં પણ હરિફાઈ થવા લાગી જયારે લાગણી ઓને ક્રમ અપાવા લાગ્યા.
- કવિતા પટેલ