ફસાઈ છું યાદોના વમળમાં,
આવીને કોણ ઉગારે મને...
નામ જપું છું તારું દિવસ-રાત,
આવીને કોણ સમજાવે તને...
યાદોની આ ફૂલવાડીમાં,
આવીને કોણ મહેકાવે મને...
તું છે ફૂલ અને હું પાંખડી,
આવીને કોણ બતલાવે તને...
દુનિયાની આ રસમ-રિવાજો,
આવીને કોણ સમજાવે મને...
નથી જાણવી મારે આ રસમ-રિવાજો,
જાણું બસ એટલું કે પ્રેમ કરવો છે તને,
કે બસ તને જ......
બસ તારી જ "કોમુ"...