ચાર દિવસ થઈ ગયા.. એ ઘરે પાછી નથી આવી. ક્યાં ગઈ હશે ? કોઈ અતો પત્તો નથી એનો. બધાં જ ચિંતા માં ગળાડૂબ છે. આસપાસ ને જાણીતા ઓળખીતા બધાં માં તપાસ કરાવી લીધી પણ ક્યાંય એની ભાળ નથી. કેટલાય ફોન કર્યા, પણ એ ઉપાડતી જ નથી.એવું તે શું થઈ ગયું, આમ કહ્યા કર્યા વગર જ નીકળી ગઈ.ને ક્યાં હશે એ ? હેમખેમ તો હશે ને !
આજે ફ્લેટ માં નીચે બધા ભેગાં થઈ ગયેલાં ને આ જ ચર્ચા ચાલતી હતી. ત્યાં તો દૂર થી એ દેખાણી.. રૂમઝૂમ ચાલે પગ માં પાયલ સાથે છમછમ ચાલતી , મદમાતી ચાલે લહેરાતી એ લાંબો ચોટલો હાથ થી ગોળ ગોળ ફેરવતી ધીમી ચાલે આવી રહી હતી.
હર્ષ ની ચિચિયારીઓ થી ગગન ગાજી ઉઠ્યું .." આવી ગઈ , આવી ગઈ, કામવાળી આવી ગઈ !"