Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પબ-જી* ભાગ-1
*======= મીત ચૌહાણ ====*
સવારના અગિયારનો સમય... શહેરના ગાર્ડનમાં અનેક છોકરા છોકરીઓ મોબાઇલમાં મશગૂલ હતા..

ત્યાં દૂર બેસેલા એક એકલવાયા છોકરાની નજીક બે આધેડ વ્યક્તિઓ પહોંચ્યા... અને તેને સંભળાય તે રીતે વાતચીત શરુ કરી.

‘આ મોબાઇલે તો દેશનો દાટ વાળી દીધો છે.... અને એમાંય આજના યંગસ્ટર તો બે મિનિટે’ય મોબાઇલને પોતાનાથી અળગો નથી કરતા...’

‘હા સાચી વાત... આ નકામું ચેટીંગ અને ટાઇમ વેસ્ટ કરતી ગેમમાં તો તે ટાઇમ વેડફે છે અને પછી તો એ જ ફરીયાદો કરશે કે અમને સારી નોકરી મળતી નથી, કંપનીઓ અમારુ શોષણ કરે છે અને પેપર ફોડવા કે લાંચ આપવા જેવા શોર્ટકટ શોધે છે.’ જયંતિએ પણ તેમાં સૂર પુરાવ્યો.

અને ત્યાં તેમની વાત સાંભળી રહેલા એક યુવાને મોબાઇલમાંથી માથું ઉંચુ કરીને કહી દિધું, ‘તમને ઘરડાં લોકોને આજના યુવાનોને બદનામ કરતા સિવાય કશું આવડે છે ખરું...?’

પેલા યુવાનનો સણસણતો સવાલ સાંભળી બન્નેને લાગ્યું કે તેમની વાતોની અસર તો થઇ ખરી...!

‘ના નથી આવડતું...’ જયંતિએ સામે તરત જવાબ વાળી દીધો.

પેલા યુવાને ફરી કહ્યુ, ‘તમે તમારું કરો તો’ય બસ છે.... અમને સલાહો આપવાની કોઇ જ જરુર નથી...’

‘જો ભઇ,આ તો અમને જે દેખાય છે તે કીધું... માનવું ન માનવું તારી મરજીની વાત...’ મણીકાકા કંઇક સમજાવવા જતા હતા ત્યાં તે યુવાન વધુ ભડક્યો.

‘તમે પણ મારા મમ્મી-પપ્પા જેવા જ છો... વાતવાતમાં સલાહ આપવાની અને અમને ટોકવાના, અમારી સ્વતંત્રતા અને અમારી ઇચ્છાઓ પણ હોયને....!’ પેલો યુવાન પોતાના અંદરની વેદના કહી રહ્યો હતો. જો કે તેની આંગળીઓ તો મોબાઇલ સ્ક્રિન પર જ ફરી રહી હતી.. તે પબ-જી ગેમ રમી રહ્યો હતો.

‘જો બેટા, મારે પણ એક દિકરો હતો અને અમે જમાનો જોયો છે એટલે....!’ મણિકાકા હવે ઉઠીને તેની પાસે આવ્યાં.

‘પણ તમે આ પબ-જી ગેમ રમ્યાં છો... કોઇ સાથે ચેટીંગ કર્યુ છે...?’ પેલાએ કહ્યું.

‘શું નામ તારું ?’

‘અંકલ તે જાણીને શું કરશો...? મારા ઘરે જઇને મારી ફરીયાદ કરશો ?’ પેલો યુવાન ભડકેલો અને ચિડચિડિયો હતો.

‘સારું... તો હું અને તું પબ-જી કરતાં’ય વધુ ઇન્ટરેસ્ટીંગ અને ચેલેન્જીંગ ગેમ રમીએ તો...?’ મણિકાકાએ ગેમનું કહ્યું તો પેલા યુવાનની આંખમાં ચમક આવી ગઇ.

‘હા.. કઇ છે..?’ પેલો યુવાન ગેમનો એડિક્ટ જ લાગ્યો.

‘આપણે બન્ને પબ- જી જેવી જ સબ-જી ગેમ રમીશું અને જોઇએ કે કોણ જીતે છે ?’ મણિકાકાએ ચેલેન્જ ફેંકી.

પેલો યુવાન તો જાણે તૈયાર જ હતો. તેને તો મોબાઇલ તૈયાર જ કરી લીધો. ‘ઉભા રહો હું પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી લઉં..’

મણિકાકાએ ત્યાં જ તેને રોક્યો અને કહ્યું, ‘ જો બેટા આ ગેમ આપણે જુદી રીતે રમવાની છે.. એમાં આપણે એકબીજાને આ ગાર્ડનના ત્રણ લોકેશન અથવા કોઇ અજાણ્યા પાત્રનું નામ આપવાનું, આપણે તેની પાસે જવાનું અને તેમની કોઇ એક જરુરિયાત પુરી કરીને પોતે કામ પુર્ણ કર્યાનો સંતોષ થાય એટલે પાછુ આવવાનું... જોઇએ કોણ જીતે છે...!! આ છે નવી લાઇવ ‘સબ કે લીયો જીયો’ ગેમ.... અમે ટુંકમાં તેને સબ-જી ગેમ કહીએ છીએ... ’

પેલા યુવાનના ચહેરા પર હાસ્ય આવી ગયું અને બોલ્યો, ‘ આવી તો કોઇ ગેમ હોય...?? સબ-જી...!!’

Gujarati Story by Bhavesh : 111084182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now