ઝાકળ બિંદુ જીવન કેરું..
કદી સુખ કદી દુઃખ અનેરું...
ફૂલ પાન પર આવે ને જાય...
ઝાકળ જેવું રહે ને જાય..
સુંદર મોતી સમ દેખાય...
લેવા જાતાં તે ટપકી જાય..
કોમળ કિરણો રંગો પુરાય...
ગરમી માં અદૃશ્ય થાય..
સુખ આવે નવ છલકાય....
દુઃખ આવે નવ પસ્તાય..
જીવન ઝાકળ આવે ને જાય..
શાણા સહે ઉત્તમ કહેવાય..
સુખ દુઃખ સમ સહે સખેરુ..
જીવન ઝાકળ અતિ અનેરું...