ક્યાં ખોવાઈ ગઈ મારી દુનિયા જે તારા થી જ હતી,
હું શોધું તને સુંગધમાં જે મારી હતી...
ક્યાં ખોવાઈ ગયો એ વિશ્વાસ જે તારા થી જ છે,
રહ્યો તું કેમ મુજથી દૂર જે મારો હતો...
ક્યાં ખોવાઈ ગયા આપણા સુંદર એહસાસ જે તારા સ્પર્શ થી હતાં,
લાગે મળી ગયા નવા સ્વપ્ન તને જે મારા હતા...
ક્યાં ખોવાઈ ગઈ આપણી ખુશીયા જે તારા સાથે જ હતી,
કેમ દૂર થયો તું અહીં જે રેખામાં હતો...
ક્યાં ખોવાઈ ગયા વચનો જે આપણા જ હતાં,
કેમ સ્વપ્ન જોડે વચનો પણ બીજા નામે કર્યા તે...
આશ્વાસન ની આશા પણ નિરાશા માં બદલાઈ ગઈ હવે,
બસ હવે કેમ તને આશ્વાસન આપવાના શબ્દો પણ ના નીકળ્યા મારા માટે...
ખોવાઈ ગઈ દુનિયા, વિશ્વાસ, એહસાસ, સ્વપ્ન ને વચનો મારા,
હવે નથી જરૂર તારા આશ્વાસન ની મારે, રાહે ખુશ તુ એટલું આશ્વાસન નીકળે મારા દિલ થી...
- માર્ગી પટેલ