*ભક્તિ*
લુંટી જાન મારી બેન દિકરી રે.
તોડી પાણી ભર્યા તળાવ કેરી પાર રે,
એવા જેસલ જાડેજા ને જગ જાણે રે.
કહે કરછજી ધરતી જો કાળો નાગ રે.
મળ્યો સતી તોરલ સંગાથ રે.
મઝધારે નાવ હિલોળા ખાય રે.
કાળ ને સામે આજ કાળ દેખાય રે.
કહે સતી પાપ આપના પોકારો રે.
નાવ આવી હેમખેમ કિનારે રે.
ભક્તિ કેરી ભેખ જાડેજા પેરે રે.
ગામ લોકોની નિંદા ન ધરે કાન રે.
હરિ નામની માળા હાથ ધરે રે.
ભક્તિ ભાવથી ભજન કરે રે.
ભક્તિની શક્તિ મેં જાણી રે, ભજ્યા જેણે અલખધણી રે.
નર કહે જેસલ તોરલ વસે અંજાર રે.
ભક્તિ કરી અમર કરી ગયા નામ રે.
નારાયણજી જાડેજા
નર
ગઢશીશા,માંડવી, કચ્છ