નિરાંતે આજ ઉતાવળ ના કાનમાં કહ્યું,
શ્વાસ લેવા દે માણહને,હવે બહુ થયું,,,
દોડાવી દોડાવી કેટલો દોડાવીસ એને,
શાંતિથી બેસવા દે એને પોતાના કને,,,
એ ઉતાવળ એટલું કામ કા કરાવે એની પાસે,
કે મને(નિરાંતને) પામવું એને દુર્લભ ભાસે,,,,
એને વીતેલી ક્ષણો ને ઘડીક યાદ કરવા દે,
મન નો કાટમાળ જરીક સાફ કરવા દે,
સતત જકડી રાખ માં એને બાહુપાશમાં,
ઘડીક મનેય(નિરાતને) આવવા દે એના સહવાસમાં,
થાક્યો છે એ હવે નિરર્થક દોડાદોડમાં,
બેસવા દે મને એની જોડાજોડ મા.....
ફેરવ મા એને જીવતી લાશમાં,
ઉડવા દે એને પોતાના આકાશમાં...
નિરાંતે ઉતાવળ ન કાનમાં કહ્યું...
શ્વાસ લેવા દે એને,હવે બહુ થયું.....
વોરા આનંદબાબુ... લખ્યા તારીખ...30/01/2019...5:25 સાંજના...