તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત હું ભૂંસાઉં છું

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું...☘️☘️

-ચિનુ મોદી

English Shayri by Harshil Patel : 111082884

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now