હસ્યા કરે છે, રડ્યા કરે છે,
આ જિંદગી જો ને ચાલ્યા કરે છે.
ખીજાયા કરે છે, સમજાયા કરે છે,
આ જિંદગી જો ને ચાલ્યા કરે છે.
ક્યારેક શાંત નદી ને જેમ તો ક્યારેક ધોધ ને જેમ
લપસ્યા કરે છે, અધડાયા કરે છે
આ જિંદગી જો ને ચાલ્યા કરે છે.
ક્યારેક તારા પ્રેમ મા તો ક્યારેક તારા વિરહ મા,
હસ્યા અને રોયા કરે છે
આ જિંદગી જો ને ચાલ્યા કરે છે.