વૈરાગ્ય ની જેમ લાગણીઓ પણ ક્ષણીક થઇ ગઇ છે. જેમ સ્મશાન વૈરાગ્ય આવે એમ લાગણીઓ ના પણ આવેગો આવવા લાગ્યા છે. રીપબ્લીક ડે પર દેશ ભક્તિ ના એટેક આવે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમનાં ઢગલાં ને બીજા દિવસે પાછા એ પ્રેમ નો સફાયો થઇ જાય. ને રક્ષાબંધનમા ભાઈબહેન નો પ્રેમ ઉભરાઈ પડે .. ફ્રેન્ડશીપ ડે એજ મિત્ર ની અગત્યતા ને પિતૃ કે માતૃ દિવસ પર જ એમનું મહત્વ કેમ ?
કેમ આપણી એક પણ લાગણી કે વિચારો હવે સ્થીર નથી થતાં.. ચોકકસ એક જગયાએ સ્થાઇ કે મકકમ નથી હોતાં ? શું એને પણ હવે જનરેશન ગેપ જેવું કંઈ નડતર લાગ્યુ છે ? વિચારો ને પણ હવે ગળતર નામનું ગ્રહણ લાગ્યુ છે?..
તમને શું લાગે છે? આપણે ખરા અર્થમાં સંકુચિત નથી થઇ રહ્યા?