નદીએ કૂવાને અભિમાનમાં કહ્યું, કે મારી વિશાળતા આગળ તું કઈ નથી, મારી જળરાશી આગળ તુ એક ટીંપુ છે.
કૂવા એ એટલા જ શાણપણ સાથે જવાબ આપ્યો,
કે નદી સંભાળ ભલે હું તારી સામે કઈ નથી પણ હું શું છું...
તુ તરસ્યાં પાસે જાય છે અને તરસ્યો મારી પાસે આવે છે...
તારી ગતિ ઉપરથી નીચે છે, એટલે તું અંતમાં ખારી થઈ જાય છે. જ્યારે હું નીચેથી ઉપર ઊઠું છું એટલે મારું મૂલ્ય જળવાય રહે છે.
તુ હંમેશા વહેતી રહે છે, જ્યારે મારામાં ઠહેરવ છે....
જીવનમાં કૂવા પાસેથી આ ગુણ લેવા જેવા છે..