અશ્રુઓ નો ઓશિકા સાથે નો પ્રેમ તો ફક્ત અંધકાર જ જાણે છે ....બાકી હોઠો સાથે ની હાસ્ય ની બેવફાઈ અજવાળા ને પણ ક્યાં દેખાઈ છે....?
સમજ્યા કે ઝાડવા નૉ બધો જ ભાર મૂળિયાં સહે છે...
પરંતું ભર બપોરે તડકા માં તો ફક્ત ડાળખા જ શેકાઈ છે...
લગોલગ બેસી ને પ્રિયજન નાં..એની જ જાણ બહાર એક મનડું ડૂસકે ડૂસકે રડે છે..
અરે ભાઈ હૃદય ની દુર્દશા.. ધબકારાઓ ને પણ ક્યાં વર્તાઈ છે....?
◆ANV◆