બસ મજામાં છું....
કોને કહું કે આજે પણ ફરી ફરીને તારી યાદ આવી છે...
વધુ કાંઈ નઈ બસ તું કેમ છે ? એટલું પૂછવા યાદ આવી છે..
સમય જ ક્યાં છે.!. અમારા જેવા લોકો માટે...તમારી પાસે..
બસ સંબંધો દિલના આઈનામાં પડછાયા થઈ બેઠા છે હજી ,
બસ એટલું જોવા આવી છે...યાદ...
યાદો નો એ ઘડો ઘડી ઘડી છલકાય છે...
સમયને લાગેલી એ તરસ એમ થોડી બૂજાય છે....
લાગણીઓ કરતા સ્વાર્થ સારો ..સંબંધ જરુર પડે સાચવે છે....
લાગણીઓ તો યાદોના એ વમળમાં જ ઘુટાઈ ઘુટાઈ બેસી રહે છે...
અને વારે વારે મનનાં ઉમરે આવી ટહૂકી પૂછી જાય છે ? ... મજામાં તો છે...
.જવાબ આ ભોળુ હ્રદય જાતે જ મનામળા કરી આંખોના ખારા દરીયામાં નાહીને આપે છે....
હા હું મજામાં છું....લાગણીઓના મેળા માંથી બસ હવે.... રજામાં છું...એટલે કદાચ મજામાં છું....