થાક્યો હશે તું મથી મથી, આખરે તારું કોઈ નથી.
સગાસંબંધી કે તેના વતી, આખરે તારું કોઈ નથી.
કુટુંબ કબીલા સૌ સ્વાર્થના સગાને નથી સાથી કોઈ,
સંબંધ નિભાવતા ગરજથી ,આખરે તારું કોઈ નથી.
પૈસો પામવા કરી દોડધામને ગયો હરિભજન ભૂલી,
કોઈ નથી તારાં છે સ્વાર્થી, આખરે તારું કોઈ નથી.
કરી લે દાનપુણ્યને હરિસ્મરણ જે છે શાશ્વત સત્ય,
રાખ તું રામચરણમાં રતિ, આખરે તારું કોઈ નથી.
ગાડી બંગલાને વૈભવ તારો અહીંનો અહીં રહેવાનો,
સુધારી લે આચરણને મતિ, આખરે તારું કોઈ નથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '