*સપનાં નો સાદ*
એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ કહે છે..... "Great dream of great dreamers are always transcened "......
*સ્વપ્ન*, કેટલો સુંદર શબ્દ . આ આખો સંસાર, સંસારની નાની મોટી દરેક વ્યક્તિ અવનવા સ્વપ્નોના રંગોથી રંગાયેલી છે. ખુલી આંખે , જાગતાં જોયેલાં સપનાં હોય કે પછી બંધ આંખે ઉંઘમાં જોયેલા સપનાં હોય--આ સપનાંઓ આપણને સાવ અનોખી દુનિયા માં લઈ જાય છે.
નાનપણમાં આપણે સપના જોતાં મોટા થવાના, હું શું બનવાનો??--કોઈ ટિચર બનવાનું, કોઈ ડોક્ટર બનવાનું, તો વળી કોઈ બાળકી "મમ્મી" બનવાનું સપનું જોવે છે.
પરંતુ જ્યારે મોટા થઈ જઈએ, સામાજીક જવાબદારીઓથી ઘેરાઈ જઈએ, ત્યારે નાનપણમાં, બાળપણમાં જોયેલા આ સપનાઓ કેવા અલગ લાગે છે. જેમ જેમ મોટા થઈએ એમ આપણા સપનાઓ બદલાતાં જાય, વધુ વાસ્તવિક થતાં જાય.....
મિત્રો, સપનાં જોવા ને ઉંમર સાથે કઈં જ લેવાદેવા નથી. સપનાઓ આપણે કોઈ પણ ઉંમરે જોઈ શકીએ છીએ.........કઈંક મેળવવા માટે, કઈંક પામવા માટે, કઈંક નવુ કરી બતાવવાના સપનાં બધા જ જોતાં હોય છે.
તો જેમ સ્વપ્ન જોવાની કોઈ ઉંમર નથી હોતી એવી જ રીતે આ સપનાઓને સાકાર કરવામાં પણ ઉંમરનો કોઈ બાધ નડતો નથી.
તમને જ્યારે તમે જોયેલા "સપનાનો સાદ " સંભળાઈને ...બસ, એ જ ખરો સમય છે એને સાકાર કરવાનો.....કામે લાગી જવાનો,......દોડવાનો......
ફક્ત વિચાયાૅ કરવાથી સપનાઓ સાચા પૂરવાર નથી થઈ શકતા.....action જરુરી છે. પણ સાથે સાથે એ બિલકુલ જરુરી નથી કે તમારી action યોગ્ય દિશામાં જ હોય, શરુઆતમાં તો દિશા ખોટી પણ પકડાય જાય, ગેરમાગેૅ દોરાઈ જવાય, ભૂલો કરીએ અને ભૂલા પણ પડીએ, મનથી હારી જઈએ, થાકી જઈએ...........તેમ છતાં "છોડી દેવું" એ option ક્યારેય સ્વીકારવાનું નથી કારણ કે એ option સૌથી સહેલું છે.આશાવાદી મનુષ્ય જ, સપના જોઈ શકે છે અને એને હકીકતમાં બદલવાની તાકાત રાખી શકે છે..........
જો ખુલી આંખે જોયેલા સપના સાકાર કરવા હોય તો મનની અંદરના બાળકને જગાડો, અથાગ પ્રયત્નો પછી પણ હારવાનું કે થાકવાનું નથી. પડીએ, હારીએ, ભૂલા પડીએ છતાં પોતાના સપનાઓ સાકાર કરવા માટે ફરી ઉભાં થઈએ. કારણ કે કહેવાયું છે ને......
" તમે તમારા સપના સાકાર નહી કરો તો કોઈ તમારી પાસે પોતાના સપના સાકાર કરાવશે"
અંજલિ . દેસાઈવોરા
11/12/18
ન્યુ દિલ્હી