કોણે ખબર હૂઁ ક્યાં જાવ છું?
બની ભૂમિ હૂઁ આભ ને અડવા જાવ છું...
ક્યારેક બની આકાશ નો તારો એકલો અતૂલો
ઈચ્છાઓ ની પૂરતી માટે ખરવા જાવ છું..
કોણે ખબર હૂઁ ક્યાં જાવ છું...?
ક્યારેક બની હવા અલહડ હૂં .
શ્વાસો વચ્ચે ની જગ્યાઓ પુરવા જાવ છું..
ક્યારેક નાનકડો દીવડો બની હૂઁ..
અંધકાર સામે લડવા જાવ છું..
કોણે ખબર હૂં ક્યાં જાવ છું?
ક્યારેક બની હૂઁ મુરત મીણ ની.
આગ ની ભીતર ઓગળવા જાવ છું..
ક્યારેક બની હૂઁ અંત ભૂતકાળ નો..
વર્તમાન ને બાથ માં ભરવા જાવ છું..
ક્યારેક બની હૂઁ ઢળતી સંધ્યા...
અંધકાર ની ઓઢણી ઓઢવા જાવ છું...
ક્યારેક બની હૂઁ અરીસો આભાસી..
જાત ને મારી જ ઓળખવા જાવ છું..
કોણે ખબર હૂઁ ક્યાં જાવ છું...
◆ANV◆