રુક્મિણી ચેટ્સ રાધા
==================
રુક્મિણી :- હાય રાધા!! ઘણા સમયે ઓન લાઇન થઈ।।
રાધા :- યા રુકુ!! નેટ બંધ હતું, ગોકુળ તમારા દ્વારકાની જેમ વાઇફાઈ ફ્રી અને હાઇફાઈ નથી યાર...
રુક્મિણી :- બેલેન્સ તો છે ને '?
રાધા :- અમારું ભવોભવનું બેલેન્સ તો તારી પાસે છે રુકુ!! યુ નો ઇટ!! હવે અમને બેલેન્સ રિચાર્જ કોણ કરાવે '?
રુક્મિણી :- કેન આઈ હેલ્પ યુ રાધા '?
રાધા :- નો ઇટ્સ ઓકે રુકુ, ક્રિશ્ના ગયા પછી કોઈની પણ હેલ્પ વગર જીવવા ટેવાઈ ગ્યા છીએ... કાનો ઓકે છે'? અમને યાદ કરે છે '?
રુક્મિણી :- એ તને ભૂલ્યો જ નથી રાધુ!! યુ આર અ ટ્રુ લવર...
એક વાર તું કાનાને મળી જાને, તું કહે તો હું હેલિકોપ્ટર મોકલું '?
રાધા :- થેંક્સ રુકુ, પણ એ શક્ય નથી ક્રિશ્ન અમને છોડીને ગયો છે, આવવું હોય તો ઈ ગોકુલ આવે, અમે તો એની યાદમાં રાખ થઈને ઊડી જાશું '?
રુક્મિણી :- પ્લીઝ રાધુ, પ્રેમમાં જીદ ન હોય...
રાધા :- સોરી રુક્મિણી, જીદ પ્રેમમાં જ હોય, સમાધાન તો લગ્નમાં હોય “બાય” ®