Gujarati Quote in Song by Amita Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેસ ને સાથે ઘડીક વાર, ચલ ને થોડી વાત કરીએ
કાઢ ને થોડી ફુરસદ આજે,કદીક તો થોડી નિરાંત કરીએ !

ઝીલ્યા હશે તેં પણ કદીક તો હૃદય પર કારમા ઘા
હૂંફ નું પીણું પીવડાવું હું ,ને હળવો તારો વલોપાત કરીએ !
...ચલ ને થોડી નિરાંત કરીએ !!

થપાટો ખાઈ જીંદગીની,આપણે પણ બન્યા ક્યાંક કડવાં
મધુરી સરગમ થઇએ આજથી,ના કદી કટું વાત કરીએ !
...ચલ ને થોડી નિરાંત કરીએ !!

આ ભાગદોડ વાળી જીંદગી, વીતી જશે પલક વારમાં,
ડગલાં લઈએ થોડાક ધીમાં, એકબીજાનો સંગાથ કરીએ !
...ચલ ને થોડી નિરાંત કરીએ !!

પ્રેમ કેરો સહારો આપીએ, લાગણી કેરી રંગોળી કરીએ
પ્રીત ની જેડી પર ચાલી, સનેહવર્ષા લાગલગાટ કરીએ !!
...ચલ ને થોડી નિરાંત કરીએ !!

Gujarati Song by Amita Patel : 111076302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now