"તમે ત્યાં સુધી ભગવાન પર વિશ્વાસ નહિ કરી શકો જ્યાં સુધી તમને તમારા ખુદ પર વિશ્વાસ નહિ હોય"
સ્વાભિમાન અને સ્વતંત્રતાના રોલ મોડલ એટલે સ્વામી વિવેકાનંદ,
સ્વામી વિવેકાનંદ, નામ કાને પડે કોઈ પણ ના મન માં "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" એ યાદ આવી જાય છે, દરેક ને એ ઠુંસી ઠુંસી ને ગોખવવામાં આવ્યું છે,
જયારે કોઈ પણ વિદ્યાર્થી ને કહેવામાં આવે કે સ્વામી વિવેકાનંદ પર 2-3 વાક્યો કહો, તો બધા જ એ આપણી અમૂલ્ય સિસ્ટમ દ્વારા જે ગોખવવામાં આવ્યું છે એ અને સ્વામીજી એ "ભાઈઓ તથા બહેનો" એટલું કહેતા જ તાળીયોઓ નો ગડગડાટ થઈ ગયો હતો એ જ સૂઝે છે,તે વિદ્યાર્થીને એ પૂછવામાં માં આવે કે "ભાઈઓ તથા બહેનો" પછી શું બોલ્યા સ્વામીજી ?તો મૌન જ ઉત્તર હોય. ક્યારેય પણ એ વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ સ્પીચ આટલી બધી પ્રભાવશાળી કેમ રહી? આ વાત માં તે વિદ્યાર્થીઓનો વાંક નથી કે શિક્ષકોનો (મહદંશે ગણાય).પણ આપણી લાડકી એજ્યુકેશન સિસ્ટમ નો છે.
વિવેકાનંદ જાણીતા વિચારક હતા. વિવેકાનંદના જણાવ્યા મુજબ રામકૃષ્ણ પાસેથી તેમણે મેળવેલ મહત્વનો ઉપદેશ "જીવ એ શિવ છે" હતો.(દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે).
તો શું તેઓ ફક્ત અધ્યત્મિક ગુરુ હતા? એમના લેખ અને લેક્ચર ની નોટ્સ વાંચો તો જણાય કે તેઓ આધ્યાત્મિકતા ની સાથે સાથે વિજ્ઞાન, સાયકોલોજી,બેહેવીયર, સંસ્કૃત અને યોગ પર તેઓ પ્રભુત્વ ધરાવતા.
સાંખ્ય તત્વજ્ઞાન પરનું વિવેકાનંદનું વક્તવ્ય સાંભળીને મહાન ઈલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાને તેની વિશ્વ ઉત્પત્તિમા,વેદાંત આધારિત અભિપ્રાયના કારણે તેઓ એવું વિચારતા થયા હતા કે પદાર્થ એ ઊર્જાની અભિવ્યક્તિ છે. સ્વામી વિવેકાનંદનું વેદાંત પરનું પ્રવચન સાંભળ્યા પછી ટેસ્લા પણ એવા તારણ પર આવ્યા હતા કે વિશ્વ ઉત્પત્તિના કોયડાને ઉકેલવા માટે આધુનિક વિજ્ઞાન સાંખ્ય તત્વજ્ઞાનની મદદ લઈ શકે છે અને તેઓ એવું સાબિત કરી શક્યા હતા કે વસ્તુને ઘટાડીને તેને ગણિતિય સંભવિત ઊર્જા બનાવી શકાય છે.
એમાં એક ભારતીય તરીકે આપણો ધર્મ છે કે સ્વામી વિવેકાનંદ ની એક અને 19 મી સદી માં પ્રકાશિત થયેલ સૌથી શ્રેષ્ઠ પુસ્તક, આ પુસ્તકમાં ફક્ત તેમનો થોડો કાર્ય કાળ કે જેમ કે તેમણે જે લેકચર, વકૃત્વ અને પત્રો અને જે દેશ વિદેશ યાત્રા કરી છે એ બધી જ વાતો લેક્ચર ની નોટ્સ અને જે સ્પીચ આપતા એ બધી સિસ્ટર નિવોદિતા લખી ને સાચવતા, એ છે "કમ્પલીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ". આ પુસ્તક નું એક પાનું વાંચતાજ એમ થાય કે એ સમયમાં આટલું જ્ઞાન હોવું એ ચમત્કાર જ કેહવાય, આગળ જે વાત કરી એ વૈજ્ઞાનિક અને બીજા મહાનુભાવ સાથે ના પત્રો દરેક એ આ 9 બુક ના સેટ માં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ને વિનંતી છે કે "અદ્વૈત આશ્રમ" દ્વારા પ્રકાશિત આ ભવ્ય ગ્રંથ ને ખીરીદી કરી થોડું વાંચે તો પણ આ દેશ નો કંઈક અલગ વિકાસ હશે એવું જણાય છે. હું પણ ધીમે ધીમે સમજતા વાંચું જ છું મેં પણ પૂર્ણ કરી નથી નાખ્યું વાંચવાનું. પણ જેટલું વાંચ્યું એટલા પરથી આ કહું છું. અને ફ્રી માં વાંચવી હોય તો આ લિંક જુવો
https://advaitaashrama.org/cw/content.php
બસ,આમાં તમને લાગશે કે કંઈક મારી સ્વાર્થ છે, અને વાત સાચી છે. આમાં હું દેશનું ભલું થાય, આજના યુવાનો જે મટી - રિયાલિસ્ટિક એ બદલે રિયાલિસ્ટિક બને તથા જ્ઞાન અને સંસ્કાર મળે એ જ સ્વાર્થ છે.
~વિશાલ તેરૈયા