ડોસી ડોસાને પ્યારકરે. :
હા ડોસી ડોસાને આજે પણ પ્યાર કરે.
શુન્ય બની ગયેલ જિંદગીને એક નવો અવતાર મળે ... હા
હાથોમાં હાથ મળે,સ્પર્શનો જ્ણકાર મળે
આંખોથી આંખો મળે, હસી હોટો પર ખીલે... હા
હૈયાથ હૈયું મળે, હૃદય વિનાનો તાર જંઝને
હૃદય થી હૃદય સુધી, વાતોની વણજાર વહે
ખોવાયેલ શમણાંને નવજીવનનો અણસાર મળે...હા
જન્મો જન્મના સંગાથનો એક બીજાને કોલ મળે,
વીતી ગયેલ સુની રાતોને, એક નવો શણગાર મળે... હા
હેતથી હૈયાને, આંખોથી આંખોને
ઢોળાયેલ અમૃતનો આસ્વાદ મળે...હા
ડોશી ડોશાને આજે પણ પ્યાર કરે....