આજે મારા જન્મ દિવસે અઢળક શુભેચ્છાઓ આવી
...કોઈ ટૂંકી...કોઈ થોડી...કોઈ તો ઘણી ...
હવે બધાજ ને ધન્યવાદ કરતા કરતા રાત પડી ગઈ...
અંગત અને અજાણ્યા ઘણા હતા ...
પારકા ને પોતાના પણ ઘણા હતા...
સ્વ અને પર પણ ઘણા હતા..
શું શુભેછા થી મન ભરાય કે?
બહુજ ઓછા ફોન આવ્યા....
કાનો કાન વાત થઇ ને તેનો ઘણો આનદ આવ્યો...
અફસોસ કોઈ પણ રૂબરૂ નાં આવ્યું....
આને કહેવાય આધુનિક ટેકનોલોજી થી ભરેલી નવી દુનિયા...
આને કહેવાય પ્રગતિ...
પાડોશી વડીલ બેનને પગે લાગ્યો ત્યારે આશા બેને ૫૧ રૂપિયા આપ્યા ત્યારે હર્ષ ના આંસુ આવી ગયા ને સહર્ષ સ્વીકારી લીધા...
આજ સમાજ છે...આજ સંસ્કૃતિ છે.
ફેસબુક માં ફૂલો ના ગુચ્છા રંગીન હતા પણ સુગંધ ના હતી...
તે સંદેશ માં ચોકલેટ નો ઢગલો હતો પણ સ્વાદ ના હતો...
ગોઠવેલા શબ્દો ના નિર્જીવ વાક્યો માં પ્રેમ હતો પણ પ્રાણ ના હતો...
મેની મેની હેપી રીટર્ન ઓફ ધ ડે ...
પણ એટલે શું?
આ કયા રીટર્ન ની વાત છે?
હશે...હું પણ ક્યાં કોઈને રૂબરૂ મળું છું?
હું પણ મેસેજ કરી ને વિશ કરું છું...
હું પણ કોઈક વાર ફોન કરું છું...
તો હું પણ એવોજ?
હા...હા...હા... આ દુનિયા માં હું આવો એકલો નથી...
જન્મ દિવસ પૂરો થયો...રાત પડી ગઈ....
હવે ૩૬૫ દિવસ ની શાંતિ....
અસ્તુ...