ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ
ચાલો ને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નીભાવિએ.....
હવે કેટલા વરસ જીવશું?
ને કેટલુ સાથે લઈ જશું?
ઈર્ષા અહંકાર મુકિને
હ્રદય થી એકમેક ને સ્વિકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તોજ સારા
આવા સ્વભાવ ને હવે
ગંગા મા પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું? રહેવા દો
જીવનના અંતીમ પડાવ ને
સુખદ સુમન થી સજાવીએ
ચાલો ને આપણા સ્વભાવ ને
હવે શાંત સરળ બનાવીએ.......
cp...