કેવાં રૂપભંડાર છે બંને ભાઈ સખી.
શ્યામગૌર કેવા એ સોહાય સખી.
સફળ થાય નૈન જેને નીરખતાંને,
રખેને ઇશ અવતાર ગણાય સખી.
શોભા વધારી મિથિલાની આવીને,
રામલખન નામે ઓળખાય સખી.
મોહિત કરી નગરી જનક, ભ્રાતાએ,
સીતા જોગ શ્યામ મનાય સખી.
ક્યાં કોમળતાને કયાં કઠોરતાને,
કેમ કરી ધનુષ્ય ભંગ થાય સખી?
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '