English Quote in Thought by વનરાજ સિંહ પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?
*અફસોસ*

મળી ગયાં શબ્દો પણ....
આકાર આપવાનું રહી ગયું
બીજાંને કહેતો રહ્યો ને....
ખુદને જગાડવાનું રહી ગયું

રચ્યોપચ્યો રહ્યો.....
માયા, મમતા ને લોભમાં
બધાંની ઓળખાણો કાઢી
આત્માને ઓળખવાનું રહી ગયું

દોડતો રહ્યો છું
રાત દિ' સદા સ્વાર્થ માટે
પરમાર્થ જ પાર પાડશે
એ વાત જાણવાનું રહી ગયું

બધાં સંબંધ છે
જન્મથી મૃત્યુ સુધીનાં
ખબર હોવાં છતાં
મનને સમજાવવાનું રહી ગયું

અંધ બની ભાગતો રહ્યો
દોલત પાછળ સદા
માયા માટી છે ખબર હતી
છતાં ચેતવાનું રહી ગયું

પૂજ્યા ઘણાં મેં દેવ
પથ્થર તણાં ચારેકોર
ઘરમાં બેઠેલાં ભગવાનને
યાદ કરવાનું રહી ગયું

અંતે એક વાતનો
અફસોસ રહી ગયો જીવનમાં
આવ્યાં હતાં માનવ દેહમાં
ને.........
માણસ બનવાનું રહી ગયું.

English Thought by વનરાજ સિંહ પરમાર : 111074166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now