રાષ્ટ્રીયઃ જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને રૂ. 40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે.
આંતરરાષ્ટ્રીયઃ દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ અને અમેઝોનના 54 વર્ષના ફાઉન્ડર જેફ બેઝોઝે બુધવારે પોતાની 48 વર્ષની પત્ની મેકેન્ઝી બેઝોઝ સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે ત્યારે મેકેન્ઝીને 4.76 લાખ કરોડ રૂપિયા મળી શકે છે તો તે વિશ્વની સૌથી અમીર મહિલા એલાઇસ વોલ્ટનને પાછળ છોડી દેશે. વોલમાર્ટની ઉત્તરાધિકારી વોલ્ટનની નેટવર્થ 3.22 લાખ કરોડ રૂપિયા (46,00 કરોડ ડોલર) છે.
જેસલમેરઃ જેસલમેરના રામગઢની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ટીમે ડિલિવરી દરમિયાન બાળકના પગ એટલા જોરથી ખેંચ્યા કે બાળકના બે કટકાં થઈ ગયા. બાળકનો ઘડ સુધીનો હિસ્સો તો બહાર આવી ગયો પરંતુ માથુ ગર્ભમાં જ રહી ગયું હતું. સમગ્ર ઘટના દરમિયાન હોસ્પિટલ કર્મચારીઓએ પરિવારજનોને કશું જ ન જણાવ્યું અને મહિલાની સ્થિતિ ગંભીર હોવાની વાત કરીને તેને જેસલમેરથી મહિલાને જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ત્યાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
ક્રિકેટઃ બીસીસીઆઈની સમિતીના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે વન-ડેનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. સીઓએ પ્રમુખની આ ભલામણ કોફી વિથ કરનમાં ભારતીય ઓલરાઉન્ડ ખેલાડી પંડ્યા દ્વારા મહિલાઓ પણ વિવાદિત કોમેન્ટ કરવા માટે છે. આ ઉપરાંત સમિતિ દ્વારા આ કેસને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લીગલ સેલને પણ મોકલવામાં આવ્યો છે.
વર્લ્ડ રેકોર્ડઃ લખીમપુરના યતીશે સૌથી લાંબી સ્પીચ આપવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેણે 100 કલાક સતત લાંબી મેરેથોન સ્પીચ આપ્યા બાદ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અગાઉ 90 કલાક સ્પીચ આપવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નેપાળના કેસી અનંતાની પાસે છે.
રેમંડ ગ્રુપઃ રેમડ ગ્રુપના પ્રમોટર અને ચેરમેન ગૌતમ સિંઘાનીયાએ કહ્યું કે તેઓ દરેક કંપનીઓના ચેરમેન પદેથી રાજીનામુ આપીને રોજબરોજના કામથી અલગ થઇ જશે. તેમનો હેતુ એક એવું સ્વતંત્ર સંસ્થા ઊભી કરવાનો હતો જે પ્રતિસ્પર્ધાની ભાવનાથી સંચાલિત હોય અને જેમાં પ્રમોટર કોઇ દખલ ન દે.
ગુજરાતઃ અડાલજ રેવ પાર્ટી કેસમાં વિસ્મય શાહ સિવાયના પાંચ આરોપીઓના આજે ગુજરાત હાઇકોર્ટે નિયમિત જામીન આપ્યા હતા. જ્યારે વિસ્મયના ટેમ્પરરી જામીનમાં વધારો કર્યો હતો અને આવતીકાલે તેના નિયમિત જામીન અંગે વિચારણા કરશે.
રામમંદીરઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પરની સૂનાવણી 29 જાન્યુઆરી સુધી મોકુફ એમ કહીને રાખી છે કે પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠની નવેસરથી રચના કરવામાં આવશે કેમ કે ન્યાયમૂર્તિ યુ.યુ. લલિત રચવામાં આવેલી ખંડપીઠમાંથી બહાર નીકળી ગયા છે.
જેગુઆર-લેન્ડરોવરઃ બ્રેક્ઝિટની ચિંતા અને ચીનમાં ઘટતા જતા વેચાણને કારણે લેન્ડ રોવર 5,000 જેટલા કર્મચારીઓને છૂટા કરે તેમ મનાય છે એમ બીબીસીના એક અહેવાલમા જણાવ્યું હતું. આઇકોનિક બ્રિટીશ કાર ઉત્પાદક કે જેને ભારતની ટાટા મોટર્સ દ્વારા ખરીદી લેવામાં આવી છે તે બ્રિટનમાં આશરે 40,000 જેટલા કર્મચારીઓ ધરાવે છે.
IL&FS: સંકટગ્રસ્ત આઇએલએડએફએસે ગુરુવારે જણાવ્યું હતું કે તેની એસેટ મોનેટાઇઝેશન પ્લાન અંતર્ગત તેના ડોમેસ્ટિક રોડ વર્ટિકલમાં 22માં એસેટ્સ માટે રસ ધરાવતા 30 જેટલા ઇરાદાપત્રો મળ્યા છે.
માર્કેટઃ નબળા વૈશ્વિક સંકેતો અને નાણાં કંપનીઓમાં વેચવાલીને કારણે છેલ્લા ચાર દિવસની તેજીને આજે બ્રેક લાગતા આજે બજાર નેગેટિવ ટેરિટરીમાં બંધ આવ્યું હતું. એસએન્ડપી સેન્સેક્સ 106 પોઇન્ટ ઘટે 36,107 પોઇન્ટ પર બંધ થયો હતો, જોકે ટાટા મોટર્સ એક ટકાના વધારા સાથે ટોપ ગેઇનર શેર રહ્યો હતો. તેમજ નિફ્ટી 34 પોઇન્ટ નીચે 10,822 પોઇન્ટના મથાળે બંધ આવી હતી.