.. ? *તને પસંદ છે* ? ..
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
સારું ઇચ્છું હું સારું કરું,
દુઃખ જોઈ બીજાને હસાવું,
આવું મને તો પસંદ જ છે,
પણ *તને પસંદ છે* ?
અશ્રુ જોઈને હું ખુદ દુઃખ જોવ,
બીજાની મદદમાં ખડે પગ રહું,
આવું મને તો પસંદ જ છે,
પણ *તને પસંદ છે* ?
હારી ગયેલા નો સહારો બનું,
માર્ગદર્શન કરી આગળ વધારૂ,
કરશે સારું મારું ઉપરવાળો,
એવું વિચારી હું બધાને આગળ વધારું.
સત્યના રસ્તે હું ચાલતો રહું,
પથ્થરોમાં ઠોકર ખાતો રહું,
આવું મને તો પસંદ જ છે,
પણ *તને પસંદ છે* ?
મુંજાય ગયેલાને પાછા મનાવું,
ભગવાન પર શ્રદ્ધા જગાવવું,
આવું મને તો પસંદ જ છે,
પણ *તને પસંદ છે* ?
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
ચલાલા
TRUST ON GOD