બસ,એ જ સંબંધો સાચા...
જેની પાસે સ્વયં ખૂલતી હોય
હૃદય ની વાચા...
લાલચોળ તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈ મળી જાય છે સામે..
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે નાં કાચા...
બસ એ જ સંબંધો સાચા..
સમજણ નું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી..
ગમે ત્યાંથી સ્પર્શો,નાં હો ક્યાંય અહમ્ ના ખાંચા...
બસ એ જ સંબંધો સાચા..