આજનાં છોકરા છોકરીઓ એટલે તોબા તોબા...!
કેમ આમ, તોબા તોબા એટલે!
અરે ભાઇ આજે લોકોમાં સહન શક્તિનો અભાવ જોવા મળે છે.
નાની જ ઉંમરે બસ નોકરી ના મળે અથવા ધંધો કરી શકવાની ક્ષમતા ના હોય એટલે કેમ કરીને આ દુનિયામાંથી ચાલ્યા જવું એજ વિચારતા હોયછે. જરાય તેમનામાં હિંમત તેમજ ધીરજ દેખાતી હોતી નથી બસ સમયે બધું જ થવું જ જોઈએ. નોકરી કેમ ના મળે! ધંધો કેમ કરીને કરવો!
બસ થોડોક સમય લઇને પણ જરાક વિચારતા નથી. તેઓ સમજવા જ તૈયાર હોતા નથી કે નોકરીઓ રસ્તામાં પડી હોતી નથી..તેને મેળવવા માટે દરરોજ પ્રયત્ન કરતા રહેવું પડેછે. તમે દશ જગ્યાએ જાવ તો એક જગ્યાએ જરુર નોકરી મળી જતી હોયછે. કદાચ તે તમને લાયક ના હોય તો પણ અમુક સમય કરીને ચલાવી લેવું પડતું હોયછે...કદાચ તમારા બીજા પ્રયત્ને એનાથી પણ વધું સારી નોકરી મળી શકેછે.
બસ ધીરજ રાખો મહેનત કરો ફળ તમારી સામે જ છે.